બિહારમાં ગંગામાં હોડી પલ્ટી જતાં ભોજન સમારોહમાં જઈ રહેલા 14 બાળકોના મોત

બિહારમાં ગંગામાં હોડી પલ્ટી જતાં ભોજન સમારોહમાં જઈ રહેલા 14 બાળકોના મોત

વૈશાલી,

મૃતકોમાં એક જ પરિવારના સાત બાળકો, હોડી ક્ષતિગ્રસ્ત હોવાનો આક્ષેપ

બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર પ્રખંડના રામપુર શ્યામચંદ ગામ નજીક ભોજન સમારંભમાં જવા નીકળેલાં બાળકો ભરેલી હોડી ગંગા નદીમાં પલટી જતા 13 બાળકોના મોત થયા છે. મૃતકોમાં રામપ્રવેશ રાય ઉર્ફે રાજાના પરિવારનાં સાત બાળકોનો સમાવેશ થાય છે. બીજી તરફ, હોડી જૂની અને જર્જરિત હોવા છતાં તેને બદલવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ વહીવટીતંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.

દુર્ઘટના બાદ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં માત્ર એક જ તબીબ હાજર હતા. ઘટનાસ્થળે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચવા ઉપરાંત ઑક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટર જેવી સુવિધાઓના અભાવના પણ આક્ષેપ થયા છે. આક્રોશિત ગ્રામજનોએ સંબંધિત અધિકારી સામે હત્યાનો ગુનો નોંધવાની માગ કરી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ