દિવાળી ટાણે રેશનકાર્ડ ધારકોને સિંગતેલના જથ્થામાં મોટો કાપ

દિવાળી ટાણે રેશનકાર્ડ ધારકોને સિંગતેલના જથ્થામાં મોટો કાપ

રાજકોટ,

૧૦૦ ટકા નાણાં ચૂકવ્યા છતાં ૬૦ થી ૮૦ ટકા જથ્થો મળતાં દુકાનો પર ઘર્ષણની સ્થિતિ

દિવાળીના પવિત્ર તહેવારો ટાણે રેશનિંગ દુકાનો પર વ્યાજબી ભાવે મળતા સિંગતેલના જથ્થામાં અચાનક ૨૦ થી ૪૦ ટકાનો કાપ મુકાતાં ગ્રાહકોને દિવાળી સમયે જ પૂરતું તેલ ન મળવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

ઓક્ટોબર માસમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો પાસેથી ૧૦૦ ટકા જથ્થાના નાણાં ઉઘરાવી લેવામાં આવ્યા હતા. છતાં તંત્ર દ્વારા દુકાનદારોને માત્ર ૬૦ થી ૮૦ ટકા જ જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ કારણે દુકાનદારો 'વહેલા તે પહેલા'ના ધોરણે વિતરણ કરવા મજબૂર બન્યા છે, જેના લીધે અનેક રેશનિંગ દુકાનો પર ગ્રાહકો અને સંચાલકો વચ્ચે રોજેરોજ તીવ્ર ઘર્ષણ અને બોલાચાલીના બનાવો બની રહ્યા છે.

પુરવઠા વિભાગ દ્વારા ૧ લિટર સિંગતેલનું પાઉચ રૂ. ૯૭ ના દરે દુકાનદારોને અપાય છે, જે ગ્રાહકોને રૂ. ૧૦૦ માં વેચવામાં આવે છે. આ તેલ પાટણ સ્થિત 'ગોકુલ એગ્રી ઈન્ટરનેશનલ લિમિટેડ' બ્રાન્ડનું પૂરું પાડવામાં આવે છે, જેના એમડી ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને ચેરમેન પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત છે. જોકે, વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ દાવો કર્યો છે કે કોઈને ઓછો જથ્થો અપાયો નથી અને માગણી મુજબ બાકીનો જથ્થો પણ શીઘ્ર પૂરો પાડવામાં આવશે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ