રાજકોટ બજારમાં સિંગતેલમાં 50 અને કપાસિયામાં 20નો ભાવ વધારો Oct 14, 2026 રાજકોટ,તહેવારો પર જ ખાદ્યતેલના ભાવમાં ભારે વધારો થતાં સામાન્ય પરિવારોમાં કચવાટરાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ખાદ્યતેલ બજારમાંથી મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના તેલ બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં નોંધપાત્ર ભડકો જોવા મળ્યો છે, જેના કારણે રોજિંદા વપરાશની આ મહત્વપૂર્ણ ચીજવસ્તુઓ વધુ મોંઘી બની છે.બજારમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, સિંગતેલના એક ડબ્બાના ભાવમાં અચાનક રૂ. 50 સુધીનો તોતિંગ વધારો નોંધાયો છે, જેના લીધે હવે સિંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે. બીજી બાજુ, કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે રૂ. 20નો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્યતેલના ડબ્બા દીઠ અંદાજે રૂ. 600 સુધીનો વધારો થઈ ચૂક્યો છે, જેના કારણે સામાન્ય અને શ્રમિક પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.તહેવારોની મોસમ અગાઉ ખાદ્યતેલોના આ પ્રકારે સતત વધી રહેલા ભાવોને લઈને સામાન્ય નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post