નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32 નાગરિકો-જવાનોના મોત

નાઇજીરિયામાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32 નાગરિકો-જવાનોના મોત

નવી દિલ્હી,

ઓંડો રાજ્યમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

પશ્ચિમ આફ્રિકન દેશ નાઇજીરિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઓંડો રાજ્યમાં નાઇજીરિયન વાયુસેનાનું એક સૈન્ય વિમાન અનિયંત્રિત થઈને જમીનદોસ્ત થઈ ગયું છે. આ હોનારતમાં પ્લેનમાં સવાર તમામ 32 લોકોના મોત નીપજ્યા છે. નાઇજીરિયન વાયુસેનાનું ATR-42 મોડેલનું આ સૈન્ય વિમાન બેનિન સિટીથી દેશના આર્થિક હબ ગણાતા લાગોસ તરફ પોતાની નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન માર્ગમાં જ ઓંડો રાજ્યના આકાશમાં તે ટેકનિકલ કે અન્ય કોઈ અગમ્ય કારણોસર ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર કુલ 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુએ સત્તાવાર પુષ્ટિ કરતા મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડો શોક અને સંવેદના વ્યક્ત કરી દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

You may also like

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

MLC ચૂંટણીમાં  મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો