નોકરીમાંથી કાઢી મૂકતા ડઝનબંધ રોબર્ટ્સે લાવાની ભઠ્ઠીમાં કૂદીને કરી આત્મહત્યા Oct 06, 2026 નવી દિલ્હી,BMW કંપનીમાં નવા રોબર્ટને ભરતી કરવા જુના મોડેલનો નાશ કરવાનો ગજબનો કીમિયોઅમેરિકાની પ્રખ્યાત હ્યુમેનોઈડ રોબોટ બનાવતી કંપની 'ફિગર એઆઈ'ના બે વર્ષ જૂના 'F.02' રોબોટિક મોડેલએ BMWની ફેક્ટરીઓમાં ગાડીઓ બનાવવાનું કામ કર્યું હતું. હવે નવું મોડેલ 'F.04' તૈયાર થઈ રહ્યું હોવાથી, જૂના મોડેલને રિટાયર કરવાનું હતું. મુશ્કેલી એ હતી કે જો આ રોબોટ્સને આમ જ ભંગારમાં ફેંકી દેવામાં આવે, તો ટેક્નોલોજી અને મોંઘા સ્પેરપાર્ટ્સ ચોરી થવાનો ડર હતો. વળી, એક-એક રોબોટને ખોલીને ડિસ્મેંટલ કરવામાં સ્કિલ્ડ સ્ટાફનો ઘણો સમય બગડતો, જેનાથી નવા મોડેલનું કામ અટકી જતું. કંપનીના CEO બ્રેટ એડકોકે લોકો પાસે સલાહ માગી કે "આ રોબોટ્સનો નિકાલ કેવી રીતે કરવો?" આના પર સૌથી મજેદાર જવાબ હોલીવુડ સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર તરફથી આવ્યો, જેમણે પોતાની કલ્ટ ફિલ્મ 'ટર્મિનેટર 2' માં જાતે પીગળતા લોખંડમાં વિલિન થઈ ગયા હતા. આર્નોર્ડે સીધા શબ્દોમાં કહ્યું- "તેમને પીગળાવી દો." કંપનીને આ આઈડિયા ગમી ગયો.'ફિગર એઆઈ' દ્વારા રોબોટ્સને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી કે તેમણે ઉકળતી ભઠ્ઠીમાં કેવી રીતે કૂદવાનું છે. ૭૫ ટનની ધગધગતી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસની ઉપર રોબોટ્સે ઓટો-મોડ પર એક પછી એક છલાંગ લગાવવાનું શરૂ કર્યું. લાવા ઠંડો થઈને જામી જાય તે પહેલાં, આ આખા કામને માત્ર ૨૦ મિનિટની અંદર રોબોટ્સ પૂરી સચોટતા સાથે કૂદતા ગયા અને પોતાની જાતને રાખમાં બદલતા ગયા. Previous Post Next Post