આવતી કાલે CJPના વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હીના ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ

આવતી કાલે CJPના વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હીના ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ

નવી દિલ્હી,

આજે રાત્રે ૯ વાગ્યાથી જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરાશે

દેશની રાજધાની દિલ્હીમાં ૧૦ ઓક્ટોબરે યોજાનારા 'કોકરોચ જનતા પાર્ટી'ના સૂચિત વિરોધ પ્રદર્શન અને જંતર-મંતર ખાતેના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને ૫૭ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ શુક્રવારે રાત્રે ૯:૦૦ વાગ્યાથી જ બંધ કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડ એકઠી થતી રોકવા અને કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે રાજીવ ચોક, મંડી હાઉસ, જંતર-મંતર નજીકના સ્ટેશનો અને નવી દિલ્હી સહિતના ૫૭ મુખ્ય અને સંવેદનશીલ મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની અવરજવર પર નિયંત્રણ લાદવામાં આવશે. આ સ્ટેશનોના ગેટ આજે શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી બંધ થઈ જશે અને શનિવારે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ રહેશે. પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દિલ્હીની સરહદો પર પણ કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનો બંધ રહેવાના કારણે દૈનિક મુસાફરી કરતા હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ