ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં બમ્પર ભરતી, ૩૦ નવેમ્બર સુધીમાં મંગાવાઈ વિગતો Oct 09, 2026 ગાંધીનગર,તમામ વિભાગોને ખાલી પડેલી જગ્યાઓની વિગતો તાકીદે સબમિટ કરવા સૂચનાગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બમ્પર ભરતીઓ કરવાની વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ સરકારી વિભાગોને પત્ર પાઠવીને ખાલી પડેલી તમામ વર્ગ-૧, ૨, ૩ અને અન્ય સંવર્ગની જગ્યાઓની વિગતવાર માહિતી ૩૦ નવેમ્બર સુધીમાં મોકલી આપવા કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.ગાંધીનગર સચિવાલય ખાતેથી મળતી વિગતો મુજબ, વિવિધ સરકારી વિભાગોમાં નિવૃત્તિ અને બઢતીના કારણે ખાલી પડેલી જગ્યાઓની ચોક્કસ ગણતરી કરીને જીએડીને માહિતી સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત લોક સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય ભરતી બોર્ડ મારફતે નવી ભરતીઓની સત્તાવાર જાહેરાતો અને કૅલેન્ડર બહાર પાડવામાં આવશે.વિપક્ષો તરફથી ભરતી અને બેરોજગારી મુદ્દે ઘેરાયેલી સરકાર ચૂંટણી પહેલાં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરીને યુવા વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ૩૦ નવેમ્બર બાદ રાજ્યભરમાં વિવિધ વિભાગો માટે ભરતી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થશે. Previous Post Next Post