કોટા નજીક ખાટુશ્યામજી જઈ રહેલી બસ ઊંડા ખાડામાં ખાબકતાં ૮ યાત્રિકોના મોત Oct 17, 2026 કોટા,ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અનિયંત્રિત બસનો અકસ્માતરાજસ્થાનના કોટા જિલ્લામાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક ખાનગી બસ ચાલકે કાબૂ ગુમાવતાં માર્ગની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૮ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.મુસાફરો ભક્તિભાવપૂર્વક ખાટુશ્યામજીના દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે કરાડિયા પાસે બસ અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. બસ ખાડામાં પલટી મારી જતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસએચઓ નંદ સિંહની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,જ્યાં કેટલાક દર્દીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ કરૂણ હોનારતથી ભોપાલથી લઈને ખાટુશ્યામ સુધીના પંથકમાં શોકનું મોું ફરી વળ્યું છે. એસએચઓ નંદ સિંહે જણાવ્યા મુજબ, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Previous Post Next Post