દિવાળી-છઠ પૂજામાં રેલવે તંત્ર દોડાવશે વધારાની સ્પેશિયલ ટ્રેનો Oct 15, 2026 અમદાવાદ,અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 9 થી 12 તહેવારો પહેલાં શરૂ થશેઅમદાવાદ રેલવે સ્ટેશન ખાતે સરસપુર તરફથી પ્રવેશ દ્વાર ફરી ખુલ્લો કરી દેવાતાં છેલ્લા ચાર મહિનાથી મુસાફરોને પડી રહેલી અસુવિધાનો સુખદ અંત આવ્યો છે. પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે સ્ટેશનના આધુનિકીકરણ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તહેવારોમાં ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સુવિધા માટે નવનિર્મિત પ્લેટફોર્મ નંબર 9 થી 12 પણ તહેવારો પહેલાં જ મુસાફરો માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે.રેલવે તંત્ર દ્વારા અગાઉ જે ટ્રેનો માત્ર સ્પેશિયલ ધોરણે દોડાવાતી હતી, તેમાંથી કેટલીક ટ્રેનોને હવે પરમેનેન્ટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ભુજથી અમદાવાદ થઈને બિહાર જતી 'અમૃત ભારત' ટ્રેનને પણ વેકેશન દરમિયાન ખાસ દોડાવવામાં આવશે. આ વર્ષે મુકાયેલી એક્સ્ટ્રા અને સ્પેશિયલ ટ્રેનો થકી આશરે 5 થી 6 લાખ લોકોને સુરક્ષિત અને સરળતાથી તેમના વતન પહોંચાડી શકાય તેવી સુદ્રઢ વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. Previous Post Next Post