દિલ્હીમાં પ્રદર્શન પૂર્વે કૉકરોચ દીપકેની ધરપકડ; AISA નેતા નેહા બોહરા મુક્ત Oct 17, 2026 નવી દિલ્હી,દીપકેને આજે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરશેદિલ્હીમાં શુક્રવારે આયોજિત “લહરા દો તિરંગા” વિરોધ પ્રદર્શન અને માર્ચ પહેલાં દિલ્હી પોલીસે કૉકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેને અગાઉ અટકાયતમાં લીધા બાદ હવે તેમની વિધિવત ધરપકડ કરી લીધી છે. તેની સામે BNSSની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, અને આજે શનિવારે બપોરે 12 વાગ્યે તેમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક તરફ કૂચ કરતા અટકાવવા માટે દિલ્હી પોલીસ દ્વારા અગાઉ અભિજિત દીપકેને બે નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં જવાની મનાઈ ફરમાવાઈ હતી, છતાં તેઓ આગળ વધવા મક્કમ રહ્યા હતા. પોલીસે કોર્ટમાં એ મુદ્દો રજૂ કરવાની તૈયારી દર્શાવી છે કે તેમણે અગાઉ આપેલા પીસ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ, ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ની રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોહરાને આર.કે. પુરમ પોલીસ સ્ટેશને કલાકો સુધી અટકાયતમાં રાખ્યા બાદ શનિવારે વહેલી સવારે મુક્ત કરવામાં આવી છે. Previous Post Next Post