કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

બેંગલુરુ,

BJP-JDS ગઠબંધને તમામ 4 બેઠકો પર કબ્જો જમાવ્યો

કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં રાજ્યમાં પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસ તમામ ચારેય બેઠકો પર પરાજીત થઈ છે અને તેને ‘૦’ બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ સેક્યુલરના ગઠબંધને ચારેય બેઠકો પર વિજય મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. આ ચાર બેઠકોમાંથી ભાજપે ત્રણ અને જેડીએસે એક બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે.

આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા યોજાઈ હતી, જે દેશભરમાં ઈવીએમના સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની સતત માંગ કરતી કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી માટે એક મોટો નૈતિક અને રાજકીય ફટકો માનવામાં આવે છે.

ઉત્તર પૂર્વ શિક્ષક સીટ પર ભાજપના શશિલજી નમોશીને ૧૫,૫૯૬ વોટ મળ્યા હતા અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર શરણપ્પા મટ્ટૂર (૧૨,૨૯૯ વોટ)ને ૩,૨૯૭ વોટથી હરાવ્યા હતા. દક્ષિણ પૂર્વ ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના કે.એમ. સુરેશે કોંગ્રેસના શશિ હુલિકુંતે મઠને ૨૩,૦૦૦થી વધુ મતોના વિશાળ માર્જિનથી પરાજય આપ્યો હતો. પશ્ચિમ ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના એસ.વી. સંકનૂરે કોંગ્રેસના મોહન લિંબિકઈને ૯,૩૨૩ વોટના અંતરથી પરાજિત કર્યા હતા. જ્યારે બેંગલુરુ શિક્ષક બેઠક પર JDSના ઉમેદવાર એ.પી. રંગનાથને જીત નોંધાવી હતી.

You may also like

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

MLC ચૂંટણીમાં  મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે