સગી જનેતાએ જ પાંચમા માળેથી ફેંકી બે વર્ષની દીકરીની હત્યા કરી હતી

સગી જનેતાએ જ પાંચમા માળેથી ફેંકી બે વર્ષની દીકરીની હત્યા કરી હતી

રાજકોટ,

રાજકોટની ઉધમસિંહ ટાઉનશિપમાં ૨ વર્ષની સ્નેહલના રહસ્યમય મોતનો ભેદ ઉકેલાયો

રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશિપ ખાતે જનેતાએ જ પોતાની ૨ વર્ષની દીકરી સ્નેહલની હત્યા કરી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. બાળકીને પાંચમા માળેથી નીચે ફેંકી દીધા બાદ પોતે બેભાન થવાનું નાટક કરી કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી હત્યા કરી હોવાની ખોટી સ્ટોરી ઘડી કાઢનાર સગી માતા પૂનમબેન સાકરીયાની શાતિર ચાલનો પોલીસે પર્દાફાશ કરી તેની અટકાયત કરી લીધી છે.

ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે પરિવારજનો તથા આસપાસના ૧૨થી વધુ લોકોની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી. ટેકનિકલ પુરાવા અને સઘન પૂછપરછ સામે આરોપી માતાની મનઘડંત વાર્તા ટકી શકી નહોતી અને આખરે તે ભાંગી પડી હતી. પૂનમબેને કબૂલાત કરી હતી કે તેને અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ હતો અને દીકરીનો જન્મ થયો ત્યારથી જ તે તેને ગમતી નહોતી. પ્રેમમાં અંધ બનેલી અને દીકરી પ્રત્યે તિરસ્કાર ધરાવતી માતાએ પોતાના રસ્તાનો કાંટો હટાવવા માટે આ ક્રૂર પગલું ભર્યું હતું.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન