બ્રેકઅપ એટલે આપઘાત માટેની ઉશ્કેરણી નહીં

બ્રેકઅપ એટલે આપઘાત માટેની ઉશ્કેરણી નહીં

​નવી દિલ્હી,

​લગ્ન કરવાનો ઇનકાર અને સંબંધ વિચ્છેદ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો કોઈ યુવતી કે યુવક લગ્ન કરવાનો ઇનકાર કે પરસ્પર બ્રેકઅપ બાદ આત્મહત્યા કરી લે, તો માત્ર આ કારણોસર યુવક, યુવતી કે તેના પરિવાર સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધી શકાતો નથી.

એક યુવતીએ તેલંગાણામાં પ્રથમ અપીલકર્તા યુવકના ઘરે આપઘાત કર્યો હતો. મૃતક યુવતીની બહેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, યુવતી અને યુવક લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા, પરંતુ બાદમાં યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી જેનાથી ક્ષુબ્ધ થઈને યુવતીએ આ અંતિમ પગલું ભર્યું હતું.

સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે બ્રેકઅપનું દુઃખ અલગ વિષય છે, પરંતુ તેને સીધેસીધી આત્મહત્યા માટેની પ્રેરણા કે ઉશ્કેરણી માની શકાય નહીં. કોર્ટે નોંધ્યું હતું કે ઘટના સમયે યુવક કે તેના પરિવારને અંદાજ નહોતો કે યુવતી આવું ગંભીર પગલું ભરી લેશે. આ સાથે જ કોર્ટે યુવક અને તેના પરિવારના સભ્યો સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ