ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાનેથી ધ્રુવ રાઠીની અટકાયત Oct 10, 2026 નવી દિલ્હી,દિલ્હી પોલીસના વહેલી સવારના દરોડા: કયા કેસમાં કાર્યવાહી થઈ તે અંગે સસ્પેન્સઅગ્રણી અને ચર્ચિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે..દિલ્હી પોલીસની એક વિશેષ ટીમ દ્વારા ગુરુગ્રામ સ્થિત સેક્ટર-56માં આવેલા 'કેન્દ્રીય વિહાર' વિસ્તારમાં આવેલા ધ્રુવ રાઠીના નિવાસસ્થાને વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસ ટીમ મોડી રાતથી જ તેમના ઘરની બહાર તૈનાત હતી અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે આશરે 8 વાગ્યાના સુમારે પોલીસ તેમના ઘરમાં પ્રવેશી હતી અને રાઠીને પોતાની સાથે લઈ ગઈ હતી. જોકે, દિલ્હી પોલીસ દ્વારા કયા ગુના કે કયા કેસ સંદર્ભે આ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કે માહિતી જાહેર કરવામાં આવી નથી. Previous Post Next Post