રાજકોટમાં સાધન સફાઈ માટે દૈનિક મોનિટરિંગ અને વિશેષ ઝુંબેશ તેજ કરાઈ Oct 09, 2026 રાજકોટ,આગામી રાષ્ટ્રીય સ્વછતા રેન્કિંગ સર્વેક્ષણ પહેલા મનપા ઊંધામાથેઆગામી રાષ્ટ્રીય સ્વચ્છતા રેન્કિંગ સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન વધુ આક્રમક અને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત મનપાના સંલગ્ન અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને વહીવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. રેન્કિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે મનપા દ્વારા હવે ખાસ દૈનિક મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.આ વિશેષ અભિયાન હેઠળ શહેરના મુખ્ય માર્ગો, બજારો, રેસિડેન્શિયલ સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈને સફાઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ગંદકીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે. નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તેવા આશયથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેથી લોકભાગીદારી દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાય. Previous Post Next Post