100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરી ઓન-સાઈટ પ્રોસેસિંગ નહીં કરો તો 1 લાખ સુધીનો દંડ Oct 17, 2026 અમદાવાદ,અમદાવાદમાં સ્વચ્છતાના કડક નિયમો: ભીના કચરાના પ્રોસેસિંગ પર ભારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ જો કોઈ સોસાયટી, રેસ્ટોરન્ટ, મોલ કે અન્ય વાણિજ્યિક એકમ દ્વારા દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન થતો હોય અને તેઓ પોતાના પરિસરમાં જ ભીના કચરાનું ઓન-સાઈટ પ્રોસેસિંગ નહીં કરે, તો તેમને રૂપિયા એક લાખ સુધીનો ભારેખમ દંડ ફટકારવામાં આવશે.આ ઉપરાંત, અમદાવાદમાં હવેથી સૂકો, ભીનો, સેનિટરી અને જોખમી એમ કુલ ચાર પ્રકારનો કચરો અલગ-અલગ નહીં આપનાર નાગરિકો પાસેથી પણ રૂપિયા 3,750 સુધીનો દંડ વસૂલવામાં આવશે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ કે જળાશયો જેવા જાહેર સ્થળો પર ગંદકી ફેલાવનાર અથવા કચરો ફેંકનાર ઈસમો સામે પણ કડક કાર્યવાહી કરીને 12,500 રૂપિયા સુધીનો દંડ વસૂલાશે. સુપ્રીમ કોર્ટની સૂચનાઓ અને માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને અમલમાં આવેલા આ નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોથી શહેરમાં કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણીય જાગૃતિને વેગ મળશે Previous Post Next Post