રાજકોટમાં ફૂડ વિભાગના ચેકિંગમાં દૂધના મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને ભેળસેળ ઝડપાઈ

રાજકોટમાં ફૂડ વિભાગના ચેકિંગમાં દૂધના મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને ભેળસેળ ઝડપાઈ

રાજકોટ,

બજરંગવાડી, કોટેચા ચોક સહિતની ડેરીઓ અને ધંધાર્થીઓ સામે થશે કાનૂની કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કરવામાં આવેલા પૃથ્થકરણમાં બજરંગવાડી અને કોટેચા ચોક વિસ્તારમાં આવેલી પેઢીઓમાંથી લેવાયેલા લુઝ પનીરના નમૂનામાં મિલ્ક ફેટનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં નોંધપાત્ર રીતે ઓછું મળી આવ્યું છે. આ ઉપરાંત 'નમીત' ગાયનું ઘી અને 'કનૈયા ડેરી'ના ઘીના સેમ્પલમાં અખાદ્ય પદાર્થોની મિલાવટ સામે આવી છે, જ્યારે આઇસ્ક્રીમના ઉત્પાદનમાં પણ દૂધ અને મિલ્ક ફેટનો નિર્ધારિત માત્રામાં ઉપયોગ ન થયો હોવાનું ખૂલ્યું છે.

​લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા તમામ જવાબદાર ધંધાર્થીઓ, ડેરી સંચાલકો અને સપ્લાયર્સ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ અદાલતી કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી શહેરના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફાળ પડી છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન