અન્ય સાથે લફરું હોવાની શંકાથી અમેરિકામાં ગુજરાતી યુવકે છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

અન્ય સાથે લફરું હોવાની શંકાથી અમેરિકામાં ગુજરાતી યુવકે છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

નવી દિલ્હી,

ભારત ભાગતી વખતે 31 વર્ષીય અંકુર પટેલ એરપોર્ટ પરથી ઝડપાયો

અમેરિકાના શિકાગો શહેરમાં મૂળ ગુજરાતી એવા ૩૧ વર્ષીય અંકુર પટેલે પોતાની ૩૨ વર્ષીય પત્નીની ક્રૂરતાપૂર્વક ચાકુના અસંખ્ય ઘા મારીને હત્યા કરી નાખી છે. આ ભયાનક અપરાધને અંજામ આપ્યા બાદ આરોપી અંકુર ભારત ભાગી જવાની ફિરાકમાં હતો અને શિકાગોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી ગયો હતો, જ્યાં શિકાગો પોલીસે તેને ઝડપી લીધો હતો.

અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે મનદુઃખ ચાલતું હતું અને બંને છેલ્લા પાંચ મહિનાથી અલગ રહેતા હતા. પત્ની પોતાની દીકરી સાથે અલગ રહેતી હતી અને તે પોતાના ઓફિસના એક સહ-કર્મચારી સાથે ડેટ કરતી હોવાની જાણ અંકુરને થઈ હતી. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. અંકુર તેને પોતાની સાથે પાછા ફરવા દબાણ કરતો હતો, પરંતુ પત્ની તેના નવા પાર્ટનર સાથે રહેવા માંગતી હતી. અંકુરે પત્નીને કહ્યા વિના જ તેમની પુત્રીને ભારતમાં તેના દાદા-દાદી પાસે મોકલી દીધી હતી. ત્યારબાદ દીકરીને મળવાના બહાને પત્નીને બોલાવીને આવેશમાં આવીને અંકુરે છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હતી.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન