આવતી કાલે ક્ષત્રિય સમાજના બહેનો માટે અટલ સરોવર ખાતે ભવ્ય શરદોત્સવ Oct 21, 2026 રાજકોટ,ત્રણ ગ્રુપ કેટેગરીમાં આયોજિત રાસોત્સવમાં ભવ્ય ઇનામોની વણઝારગિરાસદાર ક્ષત્રિય સમાજ સમિતિ દ્વારા ફક્ત ક્ષત્રિય સમાજના બહેનો માટે આવતીકાલે તા. ૨૨-૧૦-૨૦૨૬ ને ગુરૂવારના રોજ અટલ સરોવર રાજકોટ ખાતે શરદોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજપૂત સમાજના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને સમાજ સાથે મળીને ઉજવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ શરદોત્સવ અટલ સરોવર રાજકોટ ખાતે વિશાળ ગ્રાઉન્ડમાં સમાજ ભાવના અને સહકાર સાથે પ્રયોજાશે. આ રાસોત્સવમાં એ, બી અને સી ગ્રુપ નિર્ધારિત કરાયા છે, જેમાં ગ્રુપ વાઇઝ વિજેતાઓને ઇનામો આપવામાં આવશે.માત્ર ક્ષત્રિય સમાજની બહેનો, દીકરીઓ અને માતાઓએ પરિવાર સાથે આ શરદોત્સવમાં પધારવા ગિરાસદાર ક્ષત્રિય સમાજ સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ પાસની નિઃશુલ્ક વ્યવસ્થા રાખવામાં આવી છે. પાસ વગર ગ્રાઉન્ડમાં પ્રવેશ મળશે નહિ. સમાજના ભાઈઓને બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ પાસ મેળવવાની વ્યવસ્થા અટલ સરોવર ખાતે પણ રાખવામાં આવી છે. વધુ વિગત તથા પાસ મેળવવા માટે મો. ૯૯૦૯૦ ૧૭૧૪૫, ૯૩૨૭૭ ૯૯૯૯૯, ૯૯૨૫૯૧૫૯૫૯ નો સંપર્ક સાધવા તથા વોર્ડ વાઈઝ પાસ મેળવવા માટે આપેલા નંબર પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે. Previous Post Next Post