જોર કા ઝટકા..! ગુજરાતમાં પ્રતિ યુનિટ વીજ દરમાં ૩૦ થી ૪૫ પૈસાનો વધારો

જોર કા ઝટકા..! ગુજરાતમાં પ્રતિ યુનિટ વીજ દરમાં ૩૦ થી ૪૫ પૈસાનો વધારો

અમદાવાદ,

ફ્યુઅલ સરચાર્જ વધતા વીજળી મોંઘી બની

રાજ્યની સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ દરમાં યુનિટ દીઠ ૪૫ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. FPPAS (ઈંધણ સરચાર્જ)માં ૩.૯૯ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેની સીધી અસર રાજ્યભરના તમામ વીજ ગ્રાહકો પર પડશે. ગુજરાતમાં ઘર વપરાશ, ઓફિસ તેમજ દુકાનો ધરાવતા વીજ ગ્રાહકોએ હવેથી વધેલા દર મુજબ વીજ બિલ ચૂકવવું પડશે, જેના કારણે યુનિટ દીઠ ૩૦ થી ૪૫ પૈસા સુધીનો વધારાનો આર્થિક ભાર વહન કરવો પડશે. આ વધારો આગામી બિલિંગ સાયકલથી લાગુ થશે. તહેવારોની ખુશીઓ વચ્ચે વીજળીના દરોમાં થયેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે અને આગામી દિવસોમાં આવનારા વીજ બિલ માસિક બજેટને અસર કરશે.

You may also like

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

સ્માર્ટફોનના ભાવ વધતા વેચાણમાં મોટો ઘટાડો

સ્માર્ટફોનના ભાવ વધતા વેચાણમાં મોટો ઘટાડો

ફ્રાંસના પેરિસ સહિત અનેક શહેરોમાં વ્યાપક હિંસા અને તોફાનો વચ્ચે ૧૦૦૦થી વધુની ધરપકડ

ફ્રાંસના પેરિસ સહિત અનેક શહેરોમાં વ્યાપક હિંસા અને તોફાનો વચ્ચે ૧૦૦૦થી વધુની ધરપકડ