રાજકોટના મવડી વિસ્તારમાંથી મશીનથી સીલ પેક કરી દેશી દારૂના પાઉચ બનાવતો શખ્સ ઝડપાયો Oct 23, 2026 રાજકોટ,ગૃહઉધોગ ખોલી દેશી દારૂનું ગેરકાયદે પેકિંગ કરી વેચાણ કરતું નેટવર્ક પકડાયુંરાજકોટ શહેરના ગીચ વસ્તી ધરાવતા મવડી વિસ્તારમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનથી માત્ર 150થી 200 મીટરના અંતરે આવેલી મારુતિનંદન શેરી નંબર 4માં પોલીસે બાતમીના આધારે એક મકાન પર દરોડો પાડીને મશીન વડે પાણીના પાઉચની જેમ દેશી દારૂના પાઉચ પેક કરીને વેચાણ કરતા 19 વર્ષીય મહેન્દ્ર વિજય ઉકડીયાને ઝડપી લીધો છે. પકડાયેલ આરોપી મવડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગૃહ ઉધોગની જેમ અંદરખાને મશીન લગાવીને દેશી દારૂના નાના-મોટા પાઉચ તૈયાર કરતો હતો. પાણી કે છાશના પાઉચની જેમ જ આ દેશી દારૂના પાઉચને મશીન દ્વારા સીલ કરીને છેલ્લા બે માસથી વેચવામાં આવતા હતા. પોલીસે દરોડા દરમિયાન દારૂ પેકિંગ કરવા માટેનું રૂ.1.50 લાખની કિંમતનું વિશેષ મશીન, મોટા પ્રમાણમાં તૈયાર દેશી દારૂના પાઉચ તેમજ કાચો માલ મળી કુલ રૂ.2.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મકાન માલિક યોગીરાજસિંહ ગોહિલની શોધખોળ શરૂ કરી છે. Previous Post Next Post