મેટોડા GIDCમાં પરાગ ગૃહ ઉદ્યોગમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ Oct 10, 2026 રાજકોટ,યુનિટ નજીક લાકડાના સંગ્રહિત ભૂસામાં બોઈલર હીટિંગ વેળાએ આગ લાગીરાજકોટ નજીક મેટોડા GIDCમાં આવેલી 'પરાગ ગૃહ ઉદ્યોગ' (પરાગ વેફર)ની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. પરાગ ગૃહ ઉદ્યોગના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બોઈલર તથા હીટિંગ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના સૂકા ભૂસાના જથ્થા પાસે અચાનક તણખા ઝર્યા હતા. ઈલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ તણખો ઝર્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે, જેણે જોતજોતામાં લાકડાના ભૂસાને લપેટમાં લઈ વિકરાળ રૂપ ધારણ કરી લેતા ફેક્ટરીના કામદારો જીવ બચાવવા તાબડતોબ બહાર દોડી આવ્યા હતા.બનાવ અંગેની જાણ થતાં જ ફાયર ટીમે સમગ્ર પરિસરને કોર્ડન કરી ચારેય તરફથી પાણીનો સતત મારો ચલાવ્યો હતો. લાકડાના ભૂસામાં ઊંડે સુધી ધૂંધવાયેલી આગને સમયસર કાબૂમાં લેતાં આગ મુખ્ય પ્રોડક્શન યુનિટ કે અન્ય સ્ટોરેજ તરફ પ્રસરતી અટકી હતી, જેનાથી એક મોટી હોનારત અને જાનહાનિ ટળી હતી. Previous Post Next Post