દિલ્હી આંદોલન પહેલાં એક્શન: ગુજરાતમાં ૧૦૦થી વધુ યુવાનો નજરકેદ Oct 10, 2026 અમદાવાદ,અમદાવાદ અને ગાંધીનગરથી દિલ્હી જતા યુવાનો ડિટેઇન; સાંજે આશ્રમ રોડ પર 'જેન ઝી' દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનદિલ્હી જવા માટે નીકળેલા અમદાવાદ અને ગાંધીનગરના આશરે ૧૦૦ જેટલા યુવાનો તથા વિદ્યાર્થી સંગઠનોના પદાધિકારીઓને પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાવીને અથવા ઘરોમાં નજરકેદ કરીને ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે યુવા આર્ગેનાઈઝેશન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી જવામાં અટકાવ્યા બાદ હવે અમદાવાદમાં પણ વિરોધની આગ ભભૂકી ઉઠી છે. આજે શનિવારે સાંજે અમદાવાદના મુખ્ય માર્ગ એવા આશ્રમ રોડ પર આવેલી એમ.જે. લાઈબ્રેરી પાસે 'જેન ઝી' અને વિવિધ વિરોધ પક્ષના યુવા સંગઠનો મોટી સંખ્યામાં એકઠા થશે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચની નીતિઓ સામે અવાજ ઉઠાવવા માટે આ યુવાનો દ્વારા 'ડેમોક્રેસી અગેઈન્સ્ટ ડિલીટેશન'ના નારા સાથે ઉગ્ર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. Previous Post Next Post