જંતર-મંતર પર CJP ના પ્રદર્શનના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના વકીલો મેદાને ઉતર્યા

જંતર-મંતર પર CJP ના પ્રદર્શનના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના વકીલો મેદાને ઉતર્યા

નવી દિલ્હી,

કાયદાકીય અધિકારો અને ન્યાય માટે યોજી માર્ચ

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા કૉકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને હવે દેશના અગ્રણી કાયદાકીય નિષ્ણાતો અને વકીલોનું પણ મજબૂત સમર્થન સાંપડ્યું છે. સુપ્રીમ કોર્ટના અનેક અગ્રણી વકીલો લીગલ એડ અને બંધારણીય અધિકારોના રક્ષણના હેતુથી જંતર-મંતર પર પહોંચ્યા હતા અને પ્રદર્શનકારીઓના સમર્થનમાં એક વિશાળ વિરોધ માર્ચ કાઢી હતી.

પોલીસ અને પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા વિવિધ પ્રતિબંધો તથા પોલીસ કાર્યવાહી વચ્ચે વકીલોના આ જૂથે જંતર-મંતર ખાતે પહોંચીને પ્રદર્શન કરી રહેલા યુવાનો તથા નાગરિકોના બંધારણીય અને કાયદાકીય અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ માર્ચ દરમિયાન ધારાશાસ્ત્રીઓએ સ્પષ્ટ કર્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવો એ નાગરિકોનો મૌલિક અધિકાર છે. પોલીસે કોઈપણ ગેરકાયદેસર અટકાયત કે બળપ્રયોગ ન કરવો જોઈએ અને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ