ગુજરાતના 58 લાખ જગતના તાત પર મોંઘવારીનો આકરો ડામ Oct 17, 2026 અમદાવાદ,NPK ખાતરની પ્રતિ થેલીમાં રૂ. 500નો વધારો: નવી કિંમત રૂ. 2,450 પહોંચીગુજરાતના ૫૮ લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજનો વધુ એક આકરો પ્રહાર થયો છે. NPK ખાતરની પ્રતિ થેલી (બેગ) ના ભાવમાં રૂ. ૫૦૦નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે અગાઉ રૂ. ૧,૯૫૦માં મળતી ખાતરની એક થેલીનો ભાવ હવે વધીને સીધો રૂ. ૨,૪૫૦ થઈ ગયો છે. આશરે ૨૫ ટકા જેટલા આ ભાવવધારાથી ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.ખેતીના ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ પર વસૂલાતા જીએસટીના બેવડા મારથી ખેડૂતો બેહાલ બન્યા છે. એક તરફ સરકારી વાયદાઓ વચ્ચે ખેતપેદાશોના યોગ્ય ભાવ મળી રહ્યા નથી, ત્યારે બીજી તરફ ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચતાં રાજ્યના ખેડૂતો વધુ દેવામાં ધકેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આંકડાઓ અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકોમાં જ ગુજરાતના ખેડૂતોનું કૃષિ ધિરાણનું દેવું રૂ. ૭૪,૦૦૦ કરોડથી વધુ સુધી પહોંચી ચૂક્યું છે. વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા આ અન્યાયી ભાવવધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવા અને ખેડૂતોને આર્થિક રાહત પેકેજ આપવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. Previous Post Next Post