ચાર દિવસ આકાશમાં ડ્રકોનીકસ ઉલ્કાઓનો અદભૂત નજારો શરૂ

ચાર દિવસ આકાશમાં ડ્રકોનીકસ ઉલ્કાઓનો અદભૂત નજારો શરૂ

નવી દિલ્હી,

વહેલી સાંજ અને મધ્યરાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય

દુનિયાભરની સાથે ભારતમાં પણ આજથી આગામી ચાર દિવસ સુધી આકાશમાં ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાનો એક અદભૂત અને રમણીય નજારો જોવા મળશે. આ અંગે ભારત જનવિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, આ ઉલ્કા વર્ષા તા. 7 થી 10 ઓક્ટોબર દરમિયાન સક્રિય રહેશે અને 8 ઓક્ટોબરે આકાશમાં તે મહત્તમ પ્રમાણમાં ખરતી જોવા મળશે.

સ્વચ્છ આકાશમાં પ્રારંભિક તબક્કે પ્રતિ કલાકની 10 ઉલ્કાઓ, ત્યારબાદ કલાકના 50 થી 100 સુધીની ઉલ્કાઓ પડતી જોઈ શકાશે. આ ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાની મહત્તમ અનુભૂતિ વહેલી સાંજે, મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢે આકાશમાં થશે. વર્ષ દરમિયાન આ પ્રકારની ઉલ્કા વર્ષાઓ 10 થી 12 વખત અને વધુમાં વધુ પાંચ વખત આકાશમાં દ્રશ્યમાન થાય છે, જેની પાછળ મુખ્યત્વે ધૂમકેતુઓ કારણભૂત હોય છે. ખગોળરસિકો આ અદ્ભુત નજારાને નરી આંખે કોઈપણ નિર્જન જગ્યાએથી સ્પષ્ટપણે નિહાળી શકે છે.

You may also like

દિવાળી પર્વ શૃંખલાનો  5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

દિવાળી પર્વ શૃંખલાનો 5 નવેમ્બરથી પ્રારંભ, આ વર્ષે પણ 'ધોકો' યથાવત્

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત

એલસી ચૂંટણી: આરએસએસના ગઢ નાગપુરમાં કોંગ્રેસના અભિજિત વણજારીની શાનદાર જીત

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

મોબાઈલ છોડી ભણવા બેસવાની માતાએ ટકોર કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો

હળવા વરસાદની આગાહી વચ્ચે પારો બે ડિગ્રી ડાઉન: અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઠંડીનો ચમકારો