રાજકોટમાં મહેસૂલી કર્મચારીઓએ હાથમાં સાવરણા લઈ સફાઈ કરી ગાંધીગીરી કરી Oct 08, 2026 રાજકોટ,પુરવઠા કચેરીઓમાં હજારો રાશનકાર્ડની કામગીરી ઠપ્પરાજ્યભરમાં મહેસૂલી કર્મચારીઓની ચાલી રહેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે રાજકોટમાં વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કર્મચારીઓએ પોતાના હાથમાં સાવરણા લઈને નવતર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને સરકારની કામગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.આ હડતાલને કારણે રાજકોટની પુરવઠાની તમામ ઝોનલ કચેરીઓમાં છેલ્લા બે દિવસથી હજારો રાશનકાર્ડની મહત્વપૂર્ણ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. અરજદારો અને સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓ હાલ પૂરા જોશ અને લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર વાટાઘાટો માટે બોલાવવામાં આવ્યા નથી કે ન તો હડતાલને ડામવા માટે કોઈ કડક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. કર્મચારી મંડળે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. Previous Post Next Post