પટાયામાં 13 હજાર ફૂટની ઊંચાઈએથી સ્કાય ડ્રાઈવ કરી જૂનાગઢના યુવકે તિરંગો લહેરાવ્યો

પટાયામાં 13 હજાર ફૂટની ઊંચાઈએથી સ્કાય ડ્રાઈવ કરી જૂનાગઢના યુવકે તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી,

વિદેશની ધરતી પર પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો ગુજ્જુ યુવાન

થાઈલેન્ડના પ્રખ્યાત પર્યટન સ્થળ પટાયાના આકાશે એક એવી ઘટના બની જેણે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. જૂનાગઢના સાહસિક યુવાન જય ગઢિયાએ વિદેશની ધરતી પર ભારતનો તિરંગો લહેરાવીને દેશભક્તિની અનોખી મિશાલ કાયમ કરી છે. આ યુવાને ૧૩,૦૦૦ ફૂટની જોખમી ઊંચાઈએથી સ્કાય ડ્રાઇવ કરીને આકાશમાં ભારતનો ત્રિરંગો ફરકાવ્યો કર્યો હતો.

સામાન્ય રીતે લોકો પટાયામાં મનોરંજન અને સાહસિક રમતો માટે જતા હોય છે, પરંતુ આ જૂનાગઢના યુવાન જય ગઢિયાએ આ સાહસને દેશપ્રેમ સાથે જોડી દીધું હતું. આટલી ઊંચાઈ પરથી છલાંગ લગાવતી વખતે હાથમાં તિરંગો પકડી રાખવો એ એક અત્યંત સાહસિક કાર્ય છે, જે તેમણે ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે પૂર્ણ કર્યું હતું. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે ત્યાં હાજર અન્ય પર્યટકો પણ આ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

જે ક્ષણે યુવાન ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ સ્કાય ડ્રાઇવ કરી રહ્યો હતો, તે સમયે તેમણે ગર્વ સાથે ભારત માતાનો જયઘોષ કર્યો હતો. આકાશમાં લહેરાતો તિરંગો અને ગુંજતા દેશભક્તિના નારાઓએ વિદેશી ધરતી પર ભારતીયતાની સુવાસ ફેલાવી દીધી હતી. આ વીર સાહસ દ્વારા તેમણે વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારતીય યુવાનો ગમે તેટલા દૂર હોય, પણ તેમના હૃદયમાં દેશ માટેનો પ્રેમ હંમેશા અકબંધ રહે છે. જૂનાગઢના આ યુવાનની આ સિદ્ધિ બદલ સોશિયલ મીડિયા પર પણ લોકો ખૂબ જ સરાહના કરી રહ્યા છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ