અમદાવાદ બ્લાસ્ટ ધમકી કેસમાં પાકિસ્તાન-બાંગ્લાદેશનું ક્રોસ-બોર્ડર કનેક્શન ખૂલ્યું Oct 29, 2026 અમદાવાદ,બાંગ્લાદેશીઓ મારફતે હેક કરેલા ઈમેલ આઈડી ખરીદીને પાકિસ્તાનથી ક્રિપ્ટો કરન્સી દ્વારા ચૂકવણીઅમદાવાદ શહેરમાં અગાઉ શાળાઓ, કોર્ટ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મોકલવાના અત્યંત સંવેદનશીલ પ્રકરણમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર ઘટના પાછળ એક મોટું આંતરરાષ્ટ્રીય ક્રોસ-બોર્ડર ષડ્યંત્ર હોવાનું સામે આવ્યું છે, જેના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે.તહેવારો કે મહત્ત્વના પ્રસંગો ટાણે નાગરિકોમાં ભય અને અફરાતફરી ફેલાવવાના હેતુસર મોકલવામાં આવતા આ મેઈલ માટે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા હેક કરાયેલા જૂના ઈમેલ આઈડી ખરીદવામાં આવતા હતા. આ હેક્ડ આઈડી પાકિસ્તાનમાં બેઠેલા હેકર્સને વેચવામાં આવતા અને આ સમગ્ર વ્યવહાર માટે ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી નાણાં ચૂકવાતા હોવાનું ટેક્નિકલ એનાલિસિસમાં ખુલ્યું છે. Previous Post Next Post