અર્નબ વાવાઝોડાનું આંધ્રપ્રદેશમાં વિકરાળ સ્વરૂપ: ભારે તબાહી વચ્ચે પાંચ લોકોના મોત Oct 29, 2026 અમરાવતી,કાકીનાડા, વિશાખાપટ્ટનમ અને અનકાપલ્લીમાં વ્યાપક નુકસાન: ચાર અન્ય રાજ્યો પર પણ તોફાનનું સંકટઆંધ્રપ્રદેશના દરિયાકાંઠે બુધવારે વહેલી સવારે ત્રાટકેલા વિનાશક વાવાઝોડા ‘અર્નબ’એ ભારે તાંડવ મચાવ્યું છે. આ તોફાન 125 થી 135 કિમી પ્રતિ કલાકની તોફાની ઝડપે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે યનમની દક્ષિણે કાકીનાડા નજીકથી પસાર થયું હતું, જેના કારણે ઠેર-ઠેર વ્યાપક તારાજી સર્જાઈ છે. આ ભયાનક કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.‘અર્નબ’ વાવાઝોડાના મુશળધાર વરસાદ અને અત્યંત ઝડપી પવનોને કારણે કાકીનાડા, વિશાખાપટ્ટનમ અને અનકાપલ્લી જેવા વિસ્તારોમાં સેંકડો વૃક્ષો અને વીજળીના પોલ ધરાશાયી થયા છે, જેના લીધે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અનકાપલ્લીના કન્નૂરીપાલેમમાં સૌથી વધુ 261.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ તોફાનની ગંભીર અસર આંધ્રપ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢ સહિતના અન્ય ચાર રાજ્યોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા હાઇ એલર્ટ પર રહીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. Previous Post Next Post