આવક ઘટતાં ફ્રુટ્સ કરતા પણ શાકભાજીના ભાવ વધારે

આવક ઘટતાં ફ્રુટ્સ કરતા પણ શાકભાજીના ભાવ વધારે

સુરત,

કાંદા અને કાશ્મીરી સફરજન ₹૮૦ પ્રતિ કિલોના એક સરખા ભાવ

ચોમાસા બાદ બેવડી ઋતુ અને ભેજવાળા હવામાનને લીધે પાકને થયેલા નુકસાનના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને રોજિંદા વપરાશની વસ્તુઓ ફળો કરતાં પણ મોંઘી વેચાઈ રહી છે. હાલ બજારમાં ગુણવત્તાયુક્ત કાંદા અને લાલચટક કાશ્મીરી સફરજન બંને ₹૮૦ પ્રતિ કિલોના એક સરખા ભાવે વેચાઈ રહ્યા છે.

આ ઉપરાંત શિયાળાની શરૂઆતની સિઝનના વટાણા, દેશી તથા સુરતી પાપડી, તુવેર, ગુવાર, આદુ અને લસણના ભાવ 100 રૂપિયાને વટાવી ચૂક્યા છે, જેના કારણે ગૃહિણીઓનું માસિક રસોડા બજેટ ખોરવાઈ ગયું છે. 

બીજી તરફ કેળા, પપૈયા અને મોસંબી જેવા ફળોની પૂરતી આવકને લીધે તેના ભાવ નિયંત્રણમાં છે. જથ્થાબંધ વેપારીઓ અને બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ નવી સિઝનલ શાકભાજીની આવક શરૂ થતાં આગામી મહિનામાં ભાવ સ્થિર થવાની શક્યતા છે.

You may also like

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે