કેન્સરની સારવાર માટે 543 બ્રાન્ડ્સની દવાઓના ભાવ ઘટ્યા Oct 29, 2026 નવી દિલ્હી,૯ નવેમ્બરથી દેશભરમાં એન્ટી-કેન્સર દવાઓ પર ટ્રેડ માર્જીન ૩૦ ટકા મર્યાદિત કરાયુંકેન્દ્ર સરકારના આદેશ અનુસાર, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા કેન્સરની કુલ 543 બ્રાન્ડ્સની દવાઓની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ આગામી 9 નવેમ્બરથી નવી કિંમતો સમગ્ર દેશમાં સત્તાવાર રીતે અમલમાં આવશે.સરકાર દ્વારા લેવાયેલા આ પગલાં અંતર્ગત 137 એન્ટી-કેન્સર દવાઓ પરનું ટ્રેડ માર્જીન મહત્તમ 30 ટકા સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. આના પરિણામે કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી 'Anarzole' જેવી મહત્વની દવાઓના ભાવમાં સીધો 80 થી 90 ટકા સુધીનો મોટો ઘટાડો જોવા મળશે. સંબંધિત તમામ 543 બ્રાન્ડ્સની નવી કિંમતોનું વિગતવાર લિસ્ટ પણ સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. Previous Post Next Post