અભિજીત દીપકેની સ્ક્રિપ્ટ પાકિસ્તાનથી લખાઈને આવે છે: નિતેશ રાણેનો પ્રહાર Oct 03, 2026 મુંબઈ,જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન અને પીએમ પર ટિપ્પણી મુદ્દે મહારાષ્ટ્રના મંત્રીના આકરા પ્રહારમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને સી.જે.પી. નેતા અભિજીત દીપકેના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. મંત્રી નિતેશ રાણેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "ભારતના વડાપ્રધાન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરતી સ્ક્રિપ્ટ પાકિસ્તાનથી લખાઈને આવે છે અને અભિજીત દીપકે માત્ર તેને જાહેરમાં વાંચી રહ્યા છે." હવે આગામી ૧૦ ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે આવેલા જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ફરી એકવાર ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવતી ટિપ્પણીઓ પાછળ વિદેશી ષડયંત્ર હોવાના આક્ષેપથી રાષ્ટ્રીય સ્તરે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. Previous Post Next Post