પ્રેમાનંદ મહારાજના આશ્રમમાંથી યુવક ગુમ થયા બાદ હવે એક સગીરા પણ ગુમ Oct 03, 2026 મથુરા,નોઇડાનો પરિવાર પુત્રીની શોધમાં આશ્રમે પહોંચ્યો, પોલીસ ફરિયાદ દાખલમથુરામાં વૃંદાવન પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં હવે એક સગીર છોકરીના ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો છે. નોઇડાથી પહોંચેલા પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે તેમની પુત્રી આશ્રમમાં પહેલાં પણ આવી ચૂકી છે, પરંતુ આ વખતે પાછી ઘરે પહોંચી નથી. આ પહેલાં હાથરસના અનુજ ચૌધરીના લાપતા થવાનો કિસ્સો પણ સામે આવી ચૂક્યો છે. વૃંદાવન પહોંચેલા નોઇડા નિવાસી એક વ્યક્તિએ દાવો છે કે તેમની પુત્રી 15 ઓગસ્ટે ઘરથી પ્રેમાનંદ મહારાજના આશ્રમે જવાનું કહીને નીકળી હતી પરંતુ ત્યારથી તે ઘરે પાછી ફરી નથી. પુત્રીની શોધમાં પિતા પરિવારજનો સાથે વૃંદાવન પહોંચ્યા અને શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમની બહાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. પિતાનું કહેવું છે કે તેમણે પોતાની પુત્રીને આશ્રમમાં જોઈ નથી, પરંતુ તેમને આશંકા છે કે તેમની પુત્રી, જે પ્રેમાનંદ મહારાજની મોટી ભક્ત હતી, તે આશ્રમમાં હોઈ શકે છે. પરિવારે નોઇડા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પિતાએ કહ્યું કે તેમને કોઈ અણબનાવની ચિંતા સતાવી રહી છે. જોકે, નોઇડાની યુવતી આશ્રમમાં હોવાની હજુ પુષ્ટિ થઈ નથી. પરિવારની ફરિયાદ અને ત્યાર પછીની પોલીસ તપાસથી જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે કે તે પ્રેમાનંદના આશ્રમમાં આવી પણ હતી કે નહીં. Previous Post Next Post