રામજન્મભૂમિ પરિસરમાં ગેસ લીકેજ થતાં અફરાતફરી, થોડા સમય માટે દર્શન.સ્થગિત Oct 03, 2026 અયોધ્યા,ગ્રીન ગેસ લિમિટેડની ટીમે યુદ્ધના ધોરણે સમારકામ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યોરામજન્મભૂમિ પરિસરમાં અચાનક ગેસ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા અને ગેસ લીકેજ થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પરિસરમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આવેલી ગેસ પાઈપલાઈનમાં અચાનક લીકેજ શરૂ થયું હતું. આ પાઈપલાઈન ફાટવાથી વાતાવરણમાં ગેસ ફેલાવવાની આશંકાએ તંત્ર દોડતું થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તુરંત જ રામલાલા સહીત પરિસરના તમામ મંદિરોમાં ભગવાનના દર્શન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ ગ્રીન ગેસ લિમિટેડની વિશેષ ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું સમારકામ કાર્ય હાથ ધર્યું હતું. ટીમના સઘન પ્રયાસો બાદ સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ નુકસાન થયા વિના ખતરો ટળી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. Previous Post Next Post