CJP પ્રોટેસ્ટ પર ટિપ્પણી કરતા અભિનેતા રણવીર શૌરીને જાનથી મારી નાખવાની ધમકી Oct 14, 2026 મુંબઈ,સોશિયલ મીડિયા પર મંતવ્ય રજૂ કર્યા બાદ ધમકીભર્યો ઈમેઈલ મળ્યોદિલ્હીના ચર્ચિત જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ નેતાઓની ધરપકડના ઘટનાક્રમ અંગે પોતાના વિચારો રજૂ કરી અરાજકતા સર્જનારા કોકરોચ વિરુધ્ધ ટિપ્પણી કરતા બોલિવૂડ અભિનેતા રણવીર શૌરીને જાનથી મારી નાખવાની ધમકી મળતાં સનસનાટી મચી ગઈ છે. અભિનેતાને એક અજાણ્યા ઈમેઈલ આઈડી પરથી જાનથી મારી નાખવાની ધમકી આપતો સંદેશ પ્રાપ્ત થયો છે.આ ધમકીભર્યા સંદેશથી સુરક્ષા અંગે ચિંતા ઊભી થતાં રણવીર શૌરીએ વિલંબ કર્યા વિના સંબંધિત પોલીસ મથકે પહોંચીને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈમેઈલનું IP એડ્રેસ અને ડિજિટલ સોર્સ ટ્રેસ કરવા માટે સાયબર સેલની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને અભિનેતાની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. Previous Post Next Post