ડ્રોન મારફતે પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત

ડ્રોન મારફતે પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત

શ્રીગંગાનગર,

શ્રીગંગાનગર સરહદ પર BSF અને ANTFનું સંયુક્ત રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન

રાજસ્થાનના સંવેદનશીલ શ્રીગંગાનગર સરહદી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે ભારતીય સીમામાં ઘૂસાડવામાં આવેલા અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો અને કારતૂસોનો મોટો જથ્થો સુરક્ષા દળોએ સફળતાપૂર્વક જપ્ત કર્યો છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત રીતે એક ગુપ્ત બાતમીના આધારે શ્રીગંગાનગર સેક્ટરના સરહદી પટ્ટા પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની ડ્રોન દ્વારા સરહદ પારથી ફેંકવામાં આવેલ એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટની સઘન તપાસ કરતાં તેમાંથી વિદેશી બનાવટની પિસ્તોલો, મેગેઝિન, જીવંત કારતૂસો અને વિસ્ફોટક સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ દેશમાં કોઈ મોટી આતંકવાદી ગતિવિધિ કે અશાંતિ ફેલાવવા માટે થવાનો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ