મુંબઈની નાલાસોપારાની ઈમારતના ૧૪મા માળે ભીષણ આગ: બે મહિલાનાં મોત Oct 14, 2026 મુંબઈ,ક્રેનની મદદથી ૪ ફ્લેટ ધારકોનું દિલધડક રેસ્ક્યુમહારાષ્ટ્રના નાલાસોપારા-વસઈ લિંક રોડ પર આવેલી બહુમાળી ઈમ્પીરિયલ બિલ્ડિંગના ૧૪મા માળે મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ફેલાયેલા ઝેરી ધુમાડાથી ગૂંગળાઈ જવાને કારણે બે મહિલાઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય છ લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનામાં જીવ ગુમાવનાર બંને મહિલાઓની ઓળખ ફાલ્ગુની શાહ (ઉંમર ૫૦ વર્ષ) અને અશ્વિની પારકર (ઉંમર ૫૦ વર્ષ) તરીકે થઈ છે. બિલ્ડિંગમાં આગ પસરતાં ૪ લોકો બચવા માટે બહારના ભાગે બનેલી એક નાની જગ્યામાં ફસાઈ ગયા હતા અને આશરે ૪૫ મિનિટ સુધી જીવના જોખમે મદદની રાહ જોઈ રહ્યા હતા.દુર્ઘટના અંગે જાણ થતાં જ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટુકડી તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ મોટી હાઈડ્રોલિક ક્રેનનો ઉપયોગ કરીને ૪૫ મિનિટથી ફસાયેલા ચારેય લોકોને સલામત બહાર કાઢ્યા હતા. આચોલે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પૂર્વ મેયર રૂપેશ જાધવે પણ સ્થળ પર પહોંચી બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. Previous Post Next Post