પ્લેગની બીમારી ફરી ત્રાટકશે?: રશિયામાં રહસ્યમય સંક્રમણે લીધો સંશોધકનો ભોગ Oct 05, 2026 નવી દિલ્હી,સાઇબેરિયાની પ્લેગ સંશોધન લેબકર્મી યુવતીના મોત બાદ 200થી વધુ લોકો અનિશ્ચિત સમય માટે ક્વોરન્ટીનરશિયાના સાઇબેરિયા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાની એક જાણીતી એન્ટિ-પ્લેગ રિસર્ચ લેબોરેટરીમાં અજાણ્યા અને અત્યંત ખતરનાક સંક્રમણના કારણે એક યુવાન સંશોધકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ વૈજ્ઞાનિક વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે.સાઇબેરિયામાં આવેલી ઇર્કુત્સ્ક એન્ટિ-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 28 વર્ષીય સંશોધક ડારિયા શિપિલોવા ફરજ બજાવતી હતી. લેબમાં કામ કરતી વેળાએ તેણી કોઈ અજાણ્યા અને ઘાતક વાયરસ કે સંક્રમણની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ અવસાન થયું હતું. ડારિયા શિપિલોવાના અચાનક અને રહસ્યમય મોતને પગલે લેબની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.સંક્રમણની ગંભીરતા અને ફેલાવાના ભયને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે લેબ અને તેની આસપાસના સંપર્કમાં આવેલા 200થી વધુ લોકોને તકેદારીના ધોરણે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા આ અજાણ્યા સંક્રમણના મૂળ સ્ત્રોત અને તેની ગંભીરતા વિશે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. Previous Post Next Post