વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે

મુંબઈ,

ભૂલ ભુલૈયા ફેમ શાઈની આહુજાનું કરિયર બરબાદ, શરૂ કર્યો નવો ધંધો

બોલિવૂડ ફિલ્મ જગતમાં એક સમયે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતનારા અને 'ભૂલ ભુલૈયા' જેવી સુપરહિટ ફિલ્મો આપનારા અભિનેતા શાઈની આહુજાનું કરિયર એક ગંભીર વિવાદ અને જેલવાસને કારણે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતા શાઈનીએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં 40થી વધુ જાહેરાતોમાં કામ કર્યા બાદ વર્ષ 2005માં સુધીર મિશ્રાની ફિલ્મ 'હજારો ખ્વાહિશેં ઐસી'થી બોલિવૂડમાં શાનદાર પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ 'ગેંગસ્ટર', 'વો લમ્હે', 'લાઈફ ઇન અ મેટ્રો' અને 'ભૂલ ભુલૈયા' જેવી સુપરહિટ ફિલ્મોથી તે ટોચના સ્ટાર્સમાં સામેલ થઈ ગયા હતા.

તેમના ઘરમાં કામ કરતી હાઉસ હેલ્પ દ્વારા તેમના પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવતા આ મામલે કાનૂની કાર્યવાહી બાદ વર્ષ 2011માં નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવીને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે તેમણે ચુકાદાને પડકાર્યો હતો અને તેમને જામીન મળ્યા હતા, પરંતુ આ કલંકિત વિવાદના કારણે ઇન્ડસ્ટ્રીમાં તેમના દરવાજા બંધ થઈ ગયા.

વર્ષ 2015માં 'વેલકમ બેક' ફિલ્મથી કમબેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ તેઓ બોલિવૂડથી સાવ દૂર થઈ ગયા. આ કપરા સમયમાં તેમની પત્ની અનુપમ પાંડે તેમની પડખે ઊભી રહી હતી. હાલમાં શાઈની આહુજા ભારત છોડીને ફિલિપાઇન્સ દેશમાં સ્થાયી થયા છે અને ત્યાં ગાર્મેન્ટ્સ એટલે કે કપડાંનો બિઝનેસ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

You may also like

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

MLC ચૂંટણીમાં  મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

MLC ચૂંટણીમાં મોદી, ગડકરી અને ફડણવીસના ગઢમાં હાર, માત્ર યોગીએ બચાવ્યો કિલ્લો

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે

બનાસકાંઠાથી મોદી પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો રિલિઝ કરશે