યુપીના રેશનકાર્ડ ધારકોને મફત અનાજ બાદ હવે મળશે ₹૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર

યુપીના રેશનકાર્ડ ધારકોને મફત અનાજ બાદ હવે મળશે ₹૫ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર

લખનૌ,

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ૧૪.૬૧ કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લેવાની તૈયારી

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના સાથે જોડવાના એક મહત્વપૂર્ણ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ રાજ્યના આશરે ૩.૬૩ કરોડ રેશનકાર્ડ સાથે સંકળાયેલા ૧૪.૬૧ કરોડ જેટલા લાભાર્થીઓને મોટો ફાયદો થશે.

હવેથી આ તમામ પાત્ર પરિવારોને માત્ર સરકારી જ નહીં પરંતુ સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં પણ વાર્ષિક ₹૫ લાખ સુધીની મફત અને કેશલેસ સારવારની સુવિધા મળી શકશે. અગાઉ ઓછી યુનિટ કે મર્યાદિત સભ્યો ધરાવતા કેટલાક પરિવારો આ યોજનાના લાભથી વંચિત રહી જતા હતા, પરંતુ આ નવા નિયમના વિસ્તારથી તમામ જરૂરિયાતમંદ પરિવારોને સીધી સ્વાસ્થ્ય સુરક્ષા મળી રહેશે. આ યોજના પાછળ થનાર વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે આગામી વિધાનસભા સત્રમાં બજેટની જોગવાઈ કરવામાં આવશે તેવી સંભાવના છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ