વીજ કર્મચારીઓની હડતાળથી ગુરુગ્રામમાં અંધારપટ

વીજ કર્મચારીઓની હડતાળથી ગુરુગ્રામમાં અંધારપટ

ગુરુગ્રામ,

દક્ષિણ હરિયાણા વીજ વિતરણ નિગમના વિરોધ પ્રદર્શનને કારણે વીજળી સેવાઓ ઠપ

દક્ષિણ હરિયાણા વીજ વિતરણ નિગમના કર્મચારીઓ દ્વારા પ્રાઇવેટ પાવર ડિસ્ટ્રિબ્યુશન લાયસન્સ અને અન્ય મુદ્દાઓને લઈને અચાનક હડતાલ કરવામાં આવી છે, જેના કારણે વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

બુધવાર રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલી આ હડતાલ અને વીજ કાપના કારણે ગુરુગ્રામ ઉપરાંત ફરીદાબાદ અને નૂહ જિલ્લામાં પણ ભારે હાલાકી સર્જાઈ છે. વીજળી ન હોવાને કારણે પીવાના પાણીની આપૂર્તિ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. સ્થિતિ એટલી વણસી ગઈ કે માત્ર થોડા જ કલાકોમાં હજારોની સંખ્યામાં નાગરિકો દ્વારા વીજળી ગુમ થવાની ફરિયાદો નોંધાવવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે પ્રશાસન દ્વારા પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ