જસદણમાં કોઈ પણ ડિગ્રી વગર ઇલાજ કરતા ૩ બોગસ ડોક્ટર ઝડપાયા

જસદણમાં કોઈ પણ ડિગ્રી વગર ઇલાજ કરતા ૩ બોગસ ડોક્ટર ઝડપાયા

રાજકોટ,

આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી: ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે મેડિકલ ખેલનો પર્દાફાશ

જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે અધિકૃત લાયકાત ધરાવતા ન હોવા છતાં, ગેરકાયદે રીતે એલોપેથિક પ્રેક્ટિસ ચલાવતા ત્રણ નકલી તબીબો પોલીસના સકંજામાં આવી ગયા છે. જસદણ તાલુકાના કાળાસર ગામમાંથી સંતોષકુમાર શંકરરામ બિહારી, આંબરડી ગામમાંથી ચંદુભાઈ વાલજીભાઈ પલાળીયા અને લીલાપુર ગામમાંથી અરવિંદભાઈ પ્રભુદાસ દેસાણી નામના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ વર્ષોથી કોઈ પણ ડિગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરતા હતા. ગામડાના લોકોને ઝડપથી સાજા કરવાના નામે તેઓ દર્દીઓને હેવી ઇન્જેક્શન આપતા અને બાટલા ચડાવતા હતા, જે માનવજીવ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકતું હતું.

માહિતી મળતા જ જસદણ પોલીસે તાત્કાલિક દરોડા પાડીને આ ત્રણેય બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે અને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઇન્જેક્શન, બોટલો, એલોપેથિક દવાઓ તેમજ અન્ય મેડિકલ સાધનોનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ