રૂ. ૧૬૩ કરોડ સાયબર ફ્રોડ કેસમાં હીરલબા જાડેજા સહિત ત્રણને જામીન

રૂ. ૧૬૩ કરોડ સાયબર ફ્રોડ કેસમાં હીરલબા જાડેજા સહિત ત્રણને જામીન

અમદાવાદ,

જો કે, અન્ય પેન્ડિંગ કેસોના કારણે હીરલબાનો જેલવાસ યથાવત્ રહેશે

પોરબંદરના અતિચર્ચિત રૂ. ૧૬૩ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે આ કેસની મુખ્ય આરોપી હીરલબા જાડેજા તેમજ સહ-આરોપીઓ પાર્થ સોંગેલા અને હિતેશ ઓડેદરાને કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે. જોકે, આ કેસમાં જામીન મળવા છતાં હીરલબા જાડેજાને હાલ તુરંત જેલમાંથી મુક્તિ મળશે નહીં, કારણ કે તેમની સામે નોંધાયેલા અન્ય ગુનાઓની કાનૂની પ્રક્રિયા પેન્ડિંગ હોવાથી તેમનો જેલવાસ યથાવત્ રહેશે.

અદાલતે ત્રણેય આરોપીઓને પ્રત્યેકને રૂ. ૨૫,૦૦૦ ના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમના સધ્ધર જામીન રજૂ કરવાની શરતે મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, સાયબર ફ્રોડનું નેટવર્ક વિદેશ સુધી ફેલાયેલું હોવાથી આરોપીઓ દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોતાના પાસપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવી દેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. દોઢ વર્ષથી જેલમાં બંધ હીરલબા સામે નોંધાયેલા કુલ ૮ કેસોમાંથી આ પાંચમો કેસ છે જેમાં તેમને જામીન પ્રાપ્ત થયા છે.

You may also like

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

કપાસ આયાત પર મોટી રાહત: કેન્દ્ર સરકારે કસ્ટમ ડ્યૂટી મુદત લંબાવી

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

મહારાષ્ટ્રમાં બે વખત ધ્રૂજી ધરતી, ભારત સહિત ચાર દેશોમાં પણ આંચકા

ઓનલાઈન સટ્ટાબાજીનો કૌભાંડી સગર દાશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

ઓનલાઈન સટ્ટાબાજીનો કૌભાંડી સગર દાશના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

તેલ પુરવઠા માર્ગો પરના હુમલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: વિદેશ મંત્રી એસ. જયશંકર

તેલ પુરવઠા માર્ગો પરના હુમલા આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: વિદેશ મંત્રી એસ. જયશંકર