અરુણાચલ સરહદે ચીની સેના સાથે સામસામે તણાવ યથાવત Oct 23, 2026 નવી દિલ્હી,ભારતીય સુરક્ષા દળો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જભારત-તિબેટ સિમા પોલીસના મહાનિર્દેશક શત્રુજીત સિંહ કપૂરે સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશની સરહદ પર ચીની સૈનિકો સાથે અલગ-અલગ અને અનેક જગ્યાઓ પર આમને-સામને થવાની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે.સુરક્ષાદળોના વડા દ્વારા સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે સરહદ પર તણાવના અહેવાલો સાચા છે. આઈટીબીપીના ડીજી શત્રુજીત સિંહ કપૂરે જણાવ્યું હતું કે ચીન દ્વારા કરવામાં આવી રહેલા સૈન્ય આધુનિકીકરણ અને સરહદી ગતિવિધિઓ વચ્ચે ભારતીય જવાનો સંપૂર્ણપણે સતર્ક છે. ચીનની કોઈપણ નાપાક હરકત કે આક્રમક વલણને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સૈન્ય અને આઈટીબીપીના દળો દરેક ક્ષણે તૈયાર અને સજ્જ છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. Previous Post Next Post