ગુજરાતમાં 38.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ હોટ સિટી Oct 08, 2026 અમદાવાદ,ડીસા 38, સુરેન્દ્રનગર 37.7 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી ગરમીગુજરાત રાજ્યમાં હાલ હવામાન વિભાગની તાજેતરની અપડેટ અનુસાર, ચોમાસાની વિદાયની રેખા આગળ વધી રહી છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હવામાન મિશ્રિત સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં આગામી દિવસોમાં ગરમી અને બફારો રહેવાની સંભાવના છે.બુધવારે રાજ્યમાં 38.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ હોટ સિટી રહ્યું હતું, જ્યારે ડીસા 38, સુરેન્દ્રનગર 37.7 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન નિષ્ણાતો અને IMD ના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે, કેટલાક સ્થળોએ તાપમાનમાં આંશિક ફેરફાર અને બફારાનું પ્રમાણ અનુભવાઈ શકે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની આગાહી છે.હવામાન વિભાગ દ્વારા હાલ રાજ્યમાં વરસાદ અંગે કોઈ મોટી ચેતવણી જારી કરવામાં આવી નથી. Previous Post Next Post