કોમનવેલ્થ ગેમ્સ માટે માર્ગ ૬૧ મીટર પહોળો કરવા સતત બીજા દિવસે બુલડોઝર એક્શન Oct 14, 2026 અમદાવાદ,સાબરમતી ટોલનાકાથી ન.મો સ્ટેડિયમ સુધી ૭૫થી વધુ મકાનો જમીનદોસ્તકોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરા વિસ્તારમાં મેગા ડિમોલિશન ઝુંબેશ સતત બીજા દિવસે પણ પૂરજોશમાં ચાલુ રાખવામાં આવી છે. સાબરમતી ટોલ પ્લાઝાથી ડી-માર્ટ થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા આશરે ૧ કિલોમીટરના માર્ગને ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ૧૮ મીટરથી વધારીને ૬૧ મીટર પહોળો કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.AMCના એસ્ટેટ વિભાગની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી રોડની લાઈનમાં અડચણરૂપ બનતા આશરે ૭૫થી વધુ રહેણાંક મકાનો અને બાંધકામો તોડી પાડ્યા હતા. આ માર્ગ પર આશરે ૧૬૫થી વધુ કોમર્શિયલ અને રહેણાંક મિલકતો રોડ કટિંગની ઝીપમાં આવે છે, જેમાંથી અગાઉના તબક્કામાં ૬૬ જેટલી કોમર્શિયલ દુકાનો હટાવી દેવામાં આવી હતી. અસરગ્રસ્તોને નિયમ મુજબ વૈકલ્પિક આવાસ તેમજ ભાડા સુવિધાની જોગવાઈ પણ હાથ ધરવામાં આવી છે. Previous Post Next Post