સુરતના લસકાણામાં ડુપ્લિકેટ 'ગુચચી ફ્લોરા' પરફ્યુમ ફેક્ટરી પર દરોડો

સુરતના લસકાણામાં ડુપ્લિકેટ 'ગુચચી ફ્લોરા' પરફ્યુમ ફેક્ટરી પર દરોડો

સુરત,

પ્રખ્યાત બ્રાન્ડના નામે છેતરપિંડી આચરતો સંચાલક સંદીપ બેલાડિયા ઝડપાયો

સુરતના લસકાણા વિસ્તારમાંથી નામાંકિત ઇન્ટરનેશનલ બ્રાન્ડના નામે નકલી પરફ્યુમ અને સેન્ટ બનાવી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના શોખીનો સાથે છેતરપિંડી આચરવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આ કાળા કારોબારનો મુખ્ય સંચાલક સંદીપ બેલાડિયા ઝડપાઈ ગયો હતો. દરોડા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત 'ગુચચી ફ્લોરા' બ્રાન્ડના ડુપ્લિકેટ પરફ્યુમની બોટલો, કેમિકલ, ખાલી બોટલો, બનાવટી સ્ટીકરો અને પેકિંગ મટીરિયલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપી સંદીપ બેલાડિયા લસકાણાના ગોડાઉનમાં કેમિકલ ભેળવી નકલી પરફ્યુમ તૈયાર કરતો હતો અને ઓરિજિનલ બ્રાન્ડેડ પરફ્યુમના હૂબહૂ પેકિંગમાં ઊંચા ભાવે બજારમાં વેચીને ગ્રાહકો સાથે મોટો વિશ્વાસઘાત આચરતો હતો. પોલીસે ગુનો નોંધીને આ ગેરકાયદે કારોબારના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે અંગે ઊંડી તપાસ હાથ ધરી છે.

You may also like

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

દિલ્હીમાં 1 નવેમ્બરે INDIA ગઠબંધનની રેલીને કોક્રોચોનું સમર્થન

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

સરકારી કર્મચારીઓ માટે દિવાળી ખુશહાલ: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો જંગી વધારો

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

કર્ણાટક MLC ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન છતાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે

વિવાદો અને જેલવાસ બાદ બોલિવૂડ છોડી શાઈની આહુજા ફિલિપાઇન્સમાં કપડાં વેચે છે