રાજકોટમાં કાયમી લોક અદાલતનો પ્રારંભ, ઓનલાઇન પોર્ટલથી ઘરબેઠા ઉકેલ Oct 14, 2026 રાજકોટ,હોસ્પિટલ, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન સહિતના વિવાદો હવે ઓનલાઇન દાખલ કરી શકાશેરાજકોટ જિલ્લામાં પ્રજાજનોને નાગરિક સુવિધાઓ અને પબ્લિક યુટિલિટી સેવાઓ સંબંધિત વિવાદોમાં ઝડપી, બિનખર્ચાળ અને સરળ ન્યાય મળી રહે તે હેતુથી કાયમી લોક અદાલતનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવીન વ્યવસ્થા હેઠળ અરજદારો માટે ખાસ ઓનલાઇન પોર્ટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના માધ્યમથી નાગરિકો ઘરબેઠા પોતાની ફરિયાદો અને કેસો ઓનલાઇન નોંધાવી શકશે.આ કાયમી લોક અદાલતમાં મુખ્યત્વે હોસ્પિટલ અને તબીબી સેવાઓ, વિમા કંપનીઓ (ઇન્સ્યોરન્સ), ટ્રાન્સપોર્ટેશન અને વાહનવ્યવહાર, બેંકિંગ, વીજળી, ટેલિફોન અને ટપાલ સેવાઓ સહિતની જાહેર ઉપયોગી સેવાઓ સામેના વિવાદોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પોર્ટલ કાર્યરત થવાથી અરજદારો અને સેવા આપતી સંસ્થાઓ વચ્ચેના પ્રશ્નોનું કોર્ટના ધક્કા ખાધા વિના અને લાંબી કાનૂની પ્રક્રિયા વગર સુખદ સમાધાન શક્ય બનશે. Previous Post Next Post