અમદાવાદ એરપોર્ટ પર કેબ ચાલકોને યાત્રી પિકઅપ માટે રૂ. 200 અને ડ્રોપ ઓફ માટે રૂ. 50નો ડામ

અમદાવાદ એરપોર્ટ પર કેબ ચાલકોને યાત્રી પિકઅપ માટે રૂ. 200 અને ડ્રોપ ઓફ માટે રૂ. 50નો ડામ

અમદાવાદ,

એક ઓક્ટોબરથી કોમર્શિયલ યલો-પ્લેટ વાહનો માટે નવા દર લાગુ કરાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોમર્શિયલ વાહનો માટે 1 ઓક્ટોબરથી પિકઅપ અને ડ્રોપ-ઓફના નવા ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે. નવા દર મુજબ મુસાફરને એરપોર્ટ પર ડ્રોપ કરવા માટે ₹50 જ્યારે પિકઅપ કરવા માટે ₹200 ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ પીળી નંબરપ્લેટ ધરાવતા કોમર્શિયલ વાહનોને લાગુ પડશે.
નવા ચાર્જના કારણે એરપોર્ટથી કેબ મારફતે મુસાફરી કરતા લોકોના કુલ પ્રવાસ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને પિકઅપ માટેનો ₹200નો ચાર્જ મુસાફરો પાસેથી અલગથી વસૂલવામાં આવે તેવી શક્યતા છે, કારણ કે આ રકમ હાલમાં કેબ એગ્રીગેટરની એપમાં ભાડા સાથે સામેલ કરવામાં આવી નથી.

નવા ચાર્જની સાથે કોમર્શિયલ ટેક્સીઓ માટેના પાર્કિંગ વિસ્તારમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ કોમર્શિયલ કેબ માટે ટર્મિનલ-2 નજીકનો વિસ્તાર ઉપયોગમાં લેવાતો હતો. હવે કેબ અને અન્ય કોમર્શિયલ વાહનો માટે એરપોર્ટ સર્કલ નજીક હોટેલ ઉમેદ પાસે નવું પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.

કેબ પાર્કિંગનું સ્થળ પણ બદલાયું, મુસાફરો પર વધારાનો ખર્ચ પડવાની શક્યતા

એરપોર્ટ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત કરવા અને લેન્ડસાઇડ વિસ્તારમાં વાહનોની અવરજવર નિયંત્રિત કરવા માટે નવા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ અને અન્ય મુસાફર સુવિધાઓના સંચાલનને પણ આ વ્યવસ્થા સાથે જોડવામાં આવી છે. નવા નિયમોથી એરપોર્ટ પર કેબ વ્યવસ્થામાં ફેરફાર સાથે મુસાફરો અને ડ્રાઇવરો બંને માટે નવી પાર્કિંગ વ્યવસ્થા અમલમાં આવી છે. ખાસ કરીને પિકઅપ ચાર્જ અંગે મુસાફરો પાસેથી રકમ કેવી રીતે વસૂલાશે તે બાબતે સ્પષ્ટતા મહત્વપૂર્ણ બની રહેશે.

પ્રથમ 8 મિનિટ માટે પણ કોમર્શિયલ વાહનોને ચાર્જ

નવા ટેરિફ મુજબ ટર્મિનલ-2 પર કોમર્શિયલ ફોર-વ્હીલર માટે પિકઅપના પ્રથમ 8 મિનિટ માટે ₹200 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ટર્મિનલ-1ના ડિપાર્ચર વિસ્તારમાં કોમર્શિયલ વાહનો માટે ડ્રોપ-ઓફ ચાર્જ ₹50 રાખવામાં આવ્યો છે. આ નવા દરો 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત